[પાછળ]
પધારો વસંતો

વીતી ગયો છે દિન બધો છતાં અજવાસ બાકી છે
હો પ્રણયની કે પ્રલયની  હજી એક રાત બાકી છે

મચલતી હવાઓ લચકતી લતાઓ
મચલતી હવાઓ લચકતી લતાઓ
છલકતી જુવાની ગુલોથી વધાવો

પધારો...              
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        

લટકતી લટોથી ન નજરો બચાવો
લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો  મિલાવો ઝૂકેલી  નિગાહો
બદલે જો મોસમ ન બદલો અદાઓ

પધારો...              
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        

અગન છે દિલોમાં દિલોને મિલાવો
અગન છે દિલોમાં દિલોને મિલાવો
કરી છે જે વાતો ન એને ભૂલાવો
રસીલી તમારી રીસાયેલી મનાવો

પધારો...              
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        

દીવાલો બની છે ત્યાં ઘરને વસાવો
દીવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો ઝગાવો

પધારો...              
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        

મચલતી હવાઓ લચકતી લતાઓ
મચલતી હવાઓ લચકતી લતાઓ
છલકતી જુવાની ગુલોથી વધાવો
	
પધારો...              
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો        

સ્વર: સુદેશ ભોસલે અને સાધના સરગમ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]