એક લાલ ચણોઠી
એક લાલ ચણોઠી એક દાડમડી
એક વસી ગઈ આંખ મહીં બીજી મનમાં રમતી
ફુલે ફુલે ભમરા ગુંજે
ગુંજનમાં એક નામ એનું ગુંજનમાં એક નામ
સોનાવર્ણો સૂરજ મારો
સોનાવર્ણું ગામ મારું સોનાવર્ણું ગામ
ગામતણા એ સ્વપ્નાને બારીએથી હું જોતી
એક લાલ ચણોઠી એક દાડમડી
પિયુ મારો ચાંદ
ચાંદની સાથ આકાશે જઈ ઝૂમું
ઝાંઝરિયું પહેરું હું તો ઝાંઝરિયામાં ઝૂમું
સૈયર સંગે રમતી ભમતી હું જ બસ મને ખોતી
એક લાલ ચણોઠી એક દાડમડી
લજ્જાનું એક વન મેં એની આંખલડીમાં દીઠું
કારણ હું નહિ આપું સૈયર
મળવું લાગે મીઠું
રેત ઉપરથી છીપ મળી ને મારું ગમતું મોતી
એક લાલ ચણોઠી એક દાડમડી
એક લાલ ચણોઠી એક દાડમડી
એક વસી ગઈ આંખ મહીં બીજી મનમાં રમતી
સ્વર: જયશ્રી શિવરામ
સંગીતઃ નવીન શાહ
ક્લીક કરો અને સાંભળોઃ
|