સખી મારાં સલુણાંના સમ
સલુણાંના સમ સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મ
હૈયાની કુંજ મુને ડોલવાને દઈ દીધી
પછી બોલ્યો કે જા હવે જા
હવે જા હવે જા
હવે બગીચામાં રમ બગીચામાં રમ
સલુણાંના સમ સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મ
મુને કરતો એ અચ્છો
અચ્છો અચ્છો અચ્છો વાના
પછી કહેતો કે કહેતો કહેતો કે કહેતો કે
ધત્ત તારા કેવા ધમાધમ
ધત્ત તારા કેવા ધમાધમ
સલુણાંના સમ સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મ
વહાલો ટગર ટગર ટગર ટગર જોઈ રહેતો
પછી બોલે કે બોલે કે આવ આવ આવ આવ
આવ આણીગમ આવ આણીગમ
સલુણાંના સમ સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મ
બાવડાથી બાંધી લઈ લુચ્ચાએ કીધું કે
જા હવે જા જા જા
જા હવે ગોકુળની ગલીઓમાં ભમ
જા ગોકુળની ગલીઓમાં ભમ
સલુણાંના સમ સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
સખી મારા સલુણાંના સમ
કરે મુને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મ
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીત: નવીન શાહ
ક્લીક કરો અને સાંભળોઃ
|