આંખોથી લઈશું કામ
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
રૂપાળું છે એક નામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
કેવું મળ્યું ઇનામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધાં છે દામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ
શબ્દો હવે હરામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
રૂપાળું છે એક નામ હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ
સ્વરઃ ભાસ્કર શુક્લ
રચનાઃ ‘સૈફ’ પાલનપુરી
સંગીત: મનોજ-વિમલ
ક્લીક કરો અને સાંભળોઃ
|