બજાર વચ્ચે બજાણીયો
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને બજાવે ઢોલ
કેમ સહ્યું જાય રે લોલ
એટલું ન જાણતો મૈયર આ નથ મારું
આ તો સાસરિયાની પોળ
કેમ સહ્યું જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને બજાવે ઢોલ
કેમ સહ્યું જાય રે લોલ
હું રહું છાની પણ કેમ રહે છાની
મારા પગ કેરી પાની
ઘૂંઘટ દઉ તાણી પણ નાચંતા નયના
હું કેમ રોકવાની
મનડે જાગ્યો રે વંટોળ
કેમ સહ્યું જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને બજાવે ઢોલ
કેમ સહ્યું જાય રે લોલ
મનમાં નાચવું મનમાં રાચવું
થઈને ઠરેલ મારું સાસરીયું સાચવું
ત્યાં ઢોલ જો ને ખોલે મારું પોલ
કેમ સહ્યું જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને બજાવે ઢોલ
કેમ સહ્યું જાય રે લોલ
ઝંખેલી ઝંખનાને સૂતી જગાડવા
કોણે તેડાવ્યો એને આવું બજાડવા
એનો એક એક
બોલ અણમોલ
કેમ સહ્યું જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને બજાવે ઢોલ
કેમ સહ્યું જાય રે લોલ
સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નાગદેવતા (૧૯૫૫)
ક્લીક કરો અને સાંભળોઃ
(નોંધઃ ૧૯૭૯ના ચિત્રપટ ‘કોઈનું મીંઢળ
કોઈના હાથે’નું સંગીત આપતી વખતે
અવિનાશભાઈએ આ ગીત ફરી એક વાર
ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવેના કંઠમાં
રેકોર્ડ કરી રજૂ કર્યું હતું.)
|