[પાછળ]
આશા ફળી છે મોડી

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું જાજે થોભી

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું જાજે થોભી

વીતે વીતે ના દિવસો  જાગીને કાપી રાતો
ભટકી રહ્યો જુદાઈમાં તારો આ પ્રેમ જોગી
તારો આ પ્રેમ જોગી               

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું જાજે થોભી

ચાહતની ચાદરો ને નજરુંની બીછાવી જાજમ
પળ પળ જુએ છે વાટ રે તારો આ પ્રેમરોગી
તારો આ પ્રેમ જોગી               

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું જાજે થોભી

સ્વરઃ સોલી કાપડીયા ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]