[પાછળ]
ભીંજાય ઘરચોળું

ભીંજાય  ઘરચોળું  ભીંજાય ચુંદડી

ઓ મા...                          
ભીંજાય  ઘરચોળું  ભીંજાય ચુંદડી
આંખ્યુંમાંથી  આંસુડાની  ધાર  જો
આંખ્યુંમાંથી  આંસુડાની  ધાર  જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

દોડી  દોડી  તારે   દ્વારે   આવતી
ઓ મા...                          
દોડી  દોડી  તારે   દ્વારે   આવતી
કર જોડીને કહેવા  તુંને  માત  જો
કર જોડીને કહેવા  તુંને  માત  જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

સાસુ   સંતાપે   સસરો   બોલતો
ઓ મા...                          
સાસુ   સંતાપે   સસરો   બોલતો
બોલે  એવા  કપરા કડવા વેણ જો
બોલે  એવા  કપરા કડવા વેણ જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

મેડી   ના   જુવે   વાડી   બંગલા
ઓ મા...                           
મેડી   ના   જુવે   વાડી   બંગલા
નથી  જોતા  હીરા  કેરા  હાર જો
નથી  જોતા  હીરા  કેરા  હાર જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

કુવે   રે  પડું  તો   કુળ   લાજશે
ઓ મા...                          
કુવે   રે  પડું  તો   કુળ   લાજશે
બળી મરું તો લાજે મારો બાપ જો
બળી મરું તો લાજે મારો બાપ જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

નભાઈ  કહીને   નણદી  બોલતી
ઓ મા...                          
નભાઈ  કહીને   નણદી  બોલતી
બોલે  એવા  વાંઝણીના  બોલ જો
બોલે  એવા  વાંઝણીના  બોલ જો

ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો
ઓ મા...                          
ભવના  મેંણા  ખોડલ મા ભાંગજો

દુખિયારીની  વહારે  માડી આવીયા
દુખિયારીની  વહારે  માડી આવીયા
દીધો  મને  ખોળાનો  ખૂંદનાર  જો
દીધો  મને  ખોળાનો  ખૂંદનાર  જો
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા

ઓ મા...                           
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા
ઓ મા...                           
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા

સ્વરઃ અનુરાધા પૌડવાલ
ગીતઃ મન્મંથ થાનકી
સંગીતઃ પંકજ ભટ્ટ
ચિત્રપટઃ કુંજલ કાળજાની કોર

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]