[પાછળ]
કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ         

રુદિયાની રાણી, કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ         

રુદિયાના રાજા, કેવાં રે મળેલાં મનના મેળ

જળમાં ઝીલાય  જેવાં આભના ઊંડાણ
જળમાં ઝીલાય  જેવાં આભના ઊંડાણ
જેવાં  ક્ષિતિજે  ઢોળાય  દિશના  ઘેર
રુદિયાની રાણી, એવા રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ         

ધરતી  ભીંજાય  જેવી  મેહુલાની  ધારે
ધરતી  ભીંજાય  જેવી  મેહુલાની  ધારે
જેવાં  બીજ  રે  ફણગાયે  ખાતરખેડ
રુદિયાના રાજા, એવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ         

સ્વરઃ હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ
રચનાઃ બાલમુકુન્દ દવે
સંગીતઃ ક્ષેમુ દિવેટીયા
ચિત્રપટઃ કાશીનો દીકરો (૧૯૭૮)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]