વિધિએ લખેલી વાત વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી ધ્રૂસકેએ રુએ બાપુ, રોતી રે માવલડી લોચનિયા થઈ ગયા રાતાં સખીઓના નેણલે વરસે રે શ્રાવણ વાયરાં વિજોગના વાતાં કોઈના રે દિલમાં પ્રગટે રે હોળી ને કોઈને ઊજાણી કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી દીકરી ને ગાય બેઉ દોરે ત્યાં જાય આવી વસમી વિદાયની વેળા ચંદા શા રૂપને લૂંટી જાયે રૂપિયા ચાલી રે મહિયરની મેના બાપુની લાડલી, માની લડકણી આજ પીંજરે પુરાણી કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી દાદાને આંગણે ઊગ્યો રે આંબલિયો આંબલે ઝૂલતી કોયલડી પિયરના માળાને સૂના રે મેલી સાસરથી પ્રીતડી જોડી કોઈના રે મનડાનું મોતીડું ઝૂંટવાણું ને આશા લૂંટાણી કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી સ્વરઃ મહમદ રફી ગીતઃ પિનાકીન શાહ સંગીત: સુરેશ કુમાર ચિત્રપટઃ વિધિના લેખ (૧૯૬૯) ક્લીક કરો અને સાંભળોઃ
|