[પાછળ]
એક છોકરી ન હોય ત્યારે

એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય કંઈ ચોખંડી ચીજ બની જાય છે શેરીના છેવાડે ઊભેલા છોકરાને શું શું નહિ થાતું હોય બોલો હાથમાંને હાથમાં જ મોગરાનું ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો અંધારું સાંજ પહેલા આંખોમાં ઘેરી વળે એવો બનાવ બની જાય છે સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું? આમ તો સવાલ આખા ગામનો છે પણ કેવળ છોકરાને આવે આંસુ! ગામ વચ્ચે ઓગળતો ઓગળતો છોકરો કંઈ પણ નથી જ બની જાય છે

ગીતઃ રમેશ પારેખ સ્વર અને સંગીતઃ શ્યામલ અને સૌમિલ મુનશી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]