[પાછળ]
ના બોલાય રે

ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

એક અમી ભરપૂર ઉરે  તારા  સોમલ કેમ ઘોળાય રે
ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

તારે હાથે પ્રિય મેં જ ધર્યો હતો મહેંદીએ રંગીન હાથ
અંગથી અંગ અડાડી ભર્યા નીલ કુંજ મહીં ડગ સાત

રંગ સુગંધની  સોડ તણી  અવ વાત  કેમ ખોલાય રે
ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

સહેજ અડી મૃદુ આંગળી ત્યાં  રણકે મધુરો ઝણકાર
એ જ વીણા તણી તાંત તૂટી  બનીયો મૂક રે અવતાર

પાણી મહીં નહિ આંસુ મહીં નહિ ઠાલવું અંતર આજ
આગની  સંગ  ઉમંગભર્યો  લહુ  જીવનનો  અનુરાગ

પ્રેમ  પ્રિયા તવ પૂજનફૂલ શો આજમાં કેમ રોળાય રે
ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

ના બોલાય રે ના બોલાય  ના બોલાય રે ના બોલાય

સ્વરઃ અલકા યાજ્ઞિક
ગીતઃ રાજેન્દ્ર શાહ 
સંગીતઃ ક્ષેમુ દિવેટીયા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]