મારા સાંવરિયા એનો એ તું રહેજે પાંદડીથી સરકેલા સૂરજનો તડકો યે દરિયાના પાણીમાં નહાયો ચાંદનીએ પાણીને કેવું ભાળ્યું કે તારા ચ્હેરાનો રંગ લાલ આવ્યો ચળકાતો જાય ભલે ચાંદનીનો રંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે બદલાતો જાય ભલે દરિયાનો રંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે ચહેરાનો રંગ તારા મહોરાનો રંગ મારી આંખો ને મનમાં ઊભરાય છે યુગ યુગથી એકરાસ તારો અવાજ મારા અંતરને તળિયે ઝીલાય છે બદલાતો જાય ભલે હૈયાનો સંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે બદલાતો જાય ભલે દરિયાનો રંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે વહેતી વિમાસણની નદીઓના કૈંક તારા હૈયામાં ઠલવાતા પૂર હોય સપનાઓ ઠેર ઠેર અથડાતા જાય એવા ફડકાના ખડકો ભરપૂર હોય મલકાતો જાય ભલે તડકાનો રંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે બદલાતો જાય ભલે દરિયાનો રંગ મારા સાંવરિયા એનો એ તું રહેજે એનો એ તું રહેજે, એનો એ તું રહેજે સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ મહેશ શાહ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ
|