[પાછળ]
સહુને શક્તિ દેજે પ્રભુ

ત્વમેવ  માતા શ્ચ પિતા ત્વમેવ
ત્વમેવ  બંધુ શ્ચ  સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા શ્ચ દ્રવિણં ત્વમેવ
ત્વમેવ  સર્વમ્  મમ  દેવ  દેવ

છાયા  જો  માથે  તારી હશે, દિવસો દુઃખોના વીતી જશે
સહુને  સંભાળી  લેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ
સહુને   શક્તિ   દેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ

તારું  દીધેલું   તે  લીધું,    ભૂલશું  ભક્તિ  કરીને
પણ નબળો હજુ માનવી છે, દેજે  દુઃખડા  ગણીને

સહુને  સંભાળી  લેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ
સહુને   શક્તિ   દેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ

દીધું   છે   તેં   ઘણુંએ,   ભૂલશું   ના  એ  કદીયે
પણ મરજો ના માબાપ એનાં જે બાળ નાના હજીયે

સહુને  સંભાળી  લેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ
સહુને   શક્તિ   દેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ

છાયા  જો  માથે  તારી હશે, દિવસો દુઃખોના વીતી જશે
સહુને  સંભાળી  લેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ
સહુને   શક્તિ   દેજે  પ્રભુ, સહુને   શક્તિ   દેજે  પ્રભુ

સ્વરઃ પ્રફુલ્લ દવે
ગીત-સંગીતઃ સિદ્ધાર્થ દોશી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]