ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં પિયુ શાને ન રહીએ ગુમાનમાં કે મારા ખોટા નથી આ રીસામણાં કે મારા ખોટા નથી આ રીસામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં બોલો તો જાણીએ કે શાની આ રીસ છે રીસાવું ન બોલવું એ કેવી આ રીત છે રીસાવું ન બોલવું એ કેવી આ રીત છે ઓ બોલો ઓ બોલો આછેરા ઝાંઝર ઝણકારમાં કે અમે થાક્યા કરીને મનામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં થાતી નથી મારાથી વસમી આ ચાકરી રહેણી આ ઘરની મને લાગે છે આકરી રહેણી આ ઘરની મને લાગે છે આકરી કે રહેવું કે રહેવું મુંગું મોટેરાના માનમાં કે મારા ખોટા નથી આ રીસામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં છકેલા આ બોલ ગોરી શોભે ન બોલવા બોલી બગાડી મોટા ખોરડાં વગોવવાં બોલી બગાડી મોટા ખોરડાં વગોવવાં ઓ ગોરી ઓ ગોરી મૂકો હવે આ રીસામણાં કે અમે થાક્યા કરીને મનામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં જો હું અણખામણી તો બીજીને લાવજો શણગારી ઢીંગલીને ઘરને શોભાવજો શણગારી ઢીંગલીને ઘરને શોભાવજો કે હું તો કે હું તો લોભાણી ખોટાં ગુમાનમાં કે મારા ખોટા નથી આ રીસામણાં ઓ ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં કે અમે થાક્યા કરીને મનામણાં સ્વરઃ મુકેશ અને ગીતા રોય ગીતઃ ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’ સંગીતઃ અજિત મરચંટ ચિત્રપટઃ કરિયાવર (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ
|