મસ્ત બનીને મહાલ ઓ મુસાફિર... ઓ મુસાફિર ઓ...ઓ...ઓ...ઓ... ઓઓઓ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ આશાની આંખે તું જોજે સદાય આવતી કાલ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ બચપણની કેડી ફરાવે યૌવનના ઉત્પાત ઠોકર પડતાં એ શિખવે છે અનુભવની એ વાત ભાવિ ઘડજે એ અનુભવથી ભૂલી જા ગઈ કાલ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ જનમ મરણની છે ઘટમાળા હરવિધ કરતી જાળ મૃત્યુને કિનારે પાછું નવજીવન સરજાય ઊગવું ને આથમવું એ તો છે કુદરતની ચાલ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ સ્વરઃ મુકેશ ગીતઃ પ્રફુલ્લ દેસાઈ સંગીતઃ મુકુલ રોય ચિત્રપટઃ વિધાતા (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ
|