[પાછળ]
      જાગને ઓ મોરલા તું જાગ

        જાગને ઓ મોરલા તું જાગ
        જાગ...  આ...  જાગ...   આ...

        જાગને ઓ મોરલા તું જાગ જાગ...જાગ...
        જાગને ઓ મોરલા તું જાગ

        જોને આવી છે આ ઢેલડી રે તારી
        ત્યજી નીંદરડી તું જાગ જાગ...જાગ...
        જાગને ઓ મોરલા તું જાગ

        કરમાતી કૂંપણી હૈયાની પાથરી
        કરમાતી કૂંપણી હૈયાની પાથરી
        આંસુભરી છે જો આશાની આંખડી
        આંસુભરી છે જો આશાની આંખડી

        સ્નેહ તણા મંદિર જો સૂના સૂના
        સૂનો છે સપનાનો બાગ...જાગ
        જાગ...જાગ... જાગને ઓ મોરલા તું જાગ

        કાલે મળીશું એવો દીધો છે કોલ
        કાલે મળીશું એવો દીધો છે કોલ
        અવસર એ કોલ તણો આજે અણમોલ
        અવસર એ કોલ તણો આજે અણમોલ
        મદઝરતી મસ્ત આજ આંખ
        ના લગાવ તો રહેશે જો પ્રીતિ પરાસ્ત

        જાગ...જાગ... જાગને ઓ મોરલા તું જાગ

સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી ગીતઃ પ્રફુલ્લ દેસાઈ સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ સતી સોન (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]