[પાછળ]
મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી એવી ના સૂકાયે કોઈ દી મુંબઈની જવાની અરે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી આ ચોપાટી દેખાણી, હા આ તાજમહેલ હોટલ દેખાણી, હા હા અને મુંબઈની શેઠાણી, દેખાણી, દેખાણી પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા અહીં કોમ-કોમનું થાય કચુંબર જુદી જુદી વાણી એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અહીં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા અહીં શેઠ કરતાં થઈ સવાયા ફરે શેઠના સાળા આ ટોળાંમાં કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા સાંજ પડે સૌ ભેળપૂરીની કરતાં રોજ ઉજાણી એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અહીં મહાલક્ષ્મીની રેસ, તબડક ભગાવ બડેમિયાં ને મહાલક્ષ્મી છે માતા, હે મા તારી જય હો અહીં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા અહીં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા એક મિનિટમાં બસ્સો-પાંચસો થઈ જાતા ધૂળધાણી એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અહીં રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સન્ડે અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે કોઈ સજ્જન છે કરમરકર ને કોઈ સજ્જન લોખંડે નાના-મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે અહીં રહેવું હોય તો ઈકડમ-તિકડમ ભાષા લેવી જાણી એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

સ્વરઃ કિશોર કુમાર ગીત અને સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ સંતુ રંગીલી (૧૯૭૬) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]