ગુજરાતી થઈ
ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
ગુજરાતી થઈ. ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
ભાષાની મીઠાશ નહિ જાણે બોલે કાગડો કાબર
-કાં કાં
ગુજરાતી થઈ. ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત
ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન
અને અમદાવાદમાં ચીપી ચીપીને
-પવાલામાં પાણી પીશો
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ નાગર
ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
નર્મદનું સુરત જુઓ ઐ ઐ આહા
અરે, નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું
તુ ને બદલે ટટ્ટુનો ટુ જ્યારે ત્યારે તતત તોતડું
તપેલીને એ કહે પતેલી
-મારી લાયખા… બટાકાનું હાક
તપેલીને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકરર
ગુજરાતી થઈ. ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
એ અચો અચો કંઈ કચ્છી બોલે ને
કાઠિયાવાડી ઓલા હાલો......જી રે એ હાલો બાપા
અચો અચો કંઈ કચ્છી બોલે ને
કાઠિયાવાડી ઓલા હાલો
કે ચરોતરીમાં કેમ છો ચ્યમ છો ને ગરબડ ને ગોટાળો
-હેંડો લ્યા
કે ચરોતરીમાં કેમ છો ચ્યમ છો ને ગરબડ ને ગોટાળો
કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર
ગુજરાતી થઈ. ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
બોલે નહિ બરાબર, બોલે નહિ બરાબર
બોલે નહિ બરાબર
સ્વર અને સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
(નોંધઃ ગીતના શબ્દો પરથી એવું લાગે છે કે
અવિનાશભાઈએ તે કદાચ ૧૯૭૬ના ચિત્રપટ
‘સંતુ રંગીલી’ માટે લખ્યું હશે પણ કોઈ કારણસર
તે ચિત્રપટમાં લેવામાં નહિ આવ્યું હોય.)
|