[પાછળ]
મારું નામ પાડ્યું છે

મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી એ મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી આ ગામમાં કેમ રહેવાય રે આ ગામમાં કેમ રહેવાય રે પીટ્યા બધા ગામ લોકો કહે છે મને સંતુ સંગીલી મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી એ મારું નામ પાડ્યું છે આણી કોર હાલું તો સીટીયું વગાડે ને પેલી કોર હાલું તો નજર્યું માંડે આણી કોર હાલું તો સીટીયું વગાડે ને પેલી કોર હાલું તો નજર્યું માંડે મારી ગામમાં ફજેતી થાય રે મારી ગામમાં ફજેતી થાય રે પીટ્યા બધા ગામ લોકો કહે છે મને સંતુ સંગીલી મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી એ મારું નામ પાડ્યું છે મહિયર ભીંતે સાસરું, પીયુડો પરદેશ લોકો કરતાં ઠેકડી, થયો વિજોગી વેશ આવા ગામમાં કેમ રહેવાય રે આવા ગામમાં કેમ રહેવાય રે પીટ્યા બધા ગામ લોકો કહે છે મને સંતુ સંગીલી મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી એ મારું નામ પાડ્યું છે ભીંજાતા જોબનને કેમ કરી ઢાંકું શેરી વચ્ચે ઝાંઝરને કેમ છાનું રાખું ભીંજાતા જોબનને કેમ કરી ઢાંકું શેરી વચ્ચે ઝાંઝરને કેમ છાનું રાખું મુવા બેશરમા બોલે હાય હાય રે મુવા બેશરમા બોલે હાય હાય રે પીટ્યા બધા ગામ લોકો કહે છે મને સંતુ સંગીલી મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી એ મારું નામ પાડ્યું છે

સ્વરઃ કમલ બારોટ ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ લીલુડી ધરતી (૧૯૬૮) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]