[પાછળ]
        મારે લખવી છે

મારે લખવી છે, મારે લખવી છે ઓ મારે લખવી છે, મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં ઓ મારી પ્રીતિનું પહેલું પ્રયાણ જીવનની કોરી કિતાબમાં મારે લખવી છે મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં ઓ મારે લખવી છે, મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં ઓ સૂના થયા છે મારા અંતરના તાર સૂના થયા છે મારા અંતરના તાર મૂંઝવણ છે મીઠી મીઠી મનમાં અપાર મનમાં અપાર શમણાંમાં મનડું ભરમાય નામ એનું તો કેમે લખાય જીવનની કોરી કિતાબમાં મારે લખવી છે મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં ઓ આપું ના કોઈને હૈયું આજે આપું ના કોઈને હૈયું આજે વાત ન કહેવી એ વાજે ગાજે, વાજે ગાજે એને જોઈને આંખો શરમાય ક્યાં પ્રીતિની મિતિ લખાય જીવનની કોરી કિતાબમાં મારે લખવી છે મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં ઓ મારી પ્રીતિનું પહેલું પ્રયાણ જીવનની કોરી કિતાબમાં મારે લખવી છે મનડાંની વાત જીવનની કોરી કિતાબમાં

સ્વરઃ સુલોચના ગીતઃ નિરંજન દેસાઈ સંગીતઃ સુરેશ કુમાર ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]