[પાછળ]
મારા મનડા કેરા મોર

મારા મનડા કેરા ઓ મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત કરજે તું હવે કલશોર, વીતી રાતડી યે ઘોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત કુંજે કુંજે જોને થાતાં કોયલના ટહુકાર કુંજે કુંજે જોને થાતાં કોયલના ટહુકાર અંગે અંગે જો ને ચમક્યા જોબનના શણગાર અંગે અંગે જો ને ચમક્યા જોબનના શણગાર લઈને જીવન કેરો દોર થોડો થાજે મસ્તીખોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ મારા દિલની દેવી થઈને જીવન દીપ દીપાવ મારી શોભા થઈને મારું જીવન તું શોભાવ મારા દિલની દેવી થઈને જીવન દીપ દીપાવ કાલું ઘેલું તું ના બોલ, તારી આંખો થોડી ખોલ સપનું ગયું એ તો સપનું ગયું ને આ તો ઊગ્યું પ્રભાત મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત હું ને તું, તું ને હું, હું ને તું, તું ને હું બોલી મીઠા મીઠા બોલ, ઝુલશું જીવનને હીંડોળ સપનું ગયું એ તો સપનું ગયું ને આ તો ઊગ્યું પ્રભાત મારા મનડા કેરા મોર, મારા દિલડા કેરા ચોર જાગીને જો, જરા જાગીને જો, આ તો ઊગ્યું પ્રભાત

સ્વરઃ ગીતા રોય અને એ.આર. ઓઝા ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]