[પાછળ]
છૂપી છૂપી છાની છાની

છૂપી છૂપી છાની છાની શમણાંની વાત છૂપી છૂપી છાની છાની શમણાંની વાત કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત ઓ....ઓ કાજળકાળી રાત બારણાંની ઓથે મારી અર્ધી મીંચી આંખ આવશે તું એક દિ' હૈયું પૂરે શાખ હું જોતી તારી વાટ છૂપી છૂપી છાની છાની શમણાંની વાત કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત ઓ....ઓ કાજળકાળી રાત અધીરું છે હૈયું મારું એ ઝંખે દર્શન તારું મને લાગે જીવન અકારું અધીરું છે હૈયું મારું એ ઝંખે દર્શન તારું મને લાગે જીવન અકારું મીઠી મીઠી મૂંઝવણ મૂંઝવે અપાર કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત હું જોતી તારી વાટ છૂપી છૂપી છાની છાની શમણાંની વાત કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત ઓ....ઓ કાજળકાળી રાત મિલનના અભિલાષે ને તારી આશની વાતે મારું જીવન તો વહી જાશે મિલનના અભિલાષે ને તારી આશની વાતે મારું જીવન તો વહી જાશે ઝંખી ઝંખી તારે કાજે આંસુ સારું આજ કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત ઓ કાજળકાળી રાત છૂપી છૂપી છાની છાની શમણાંની વાત કહેજે ન તું કોઈને ઓ કાજળકાળી રાત ઓ....ઓ કાજળકાળી રાત

સ્વરઃ સુલોચના ગીતઃ નિરંજન દેસાઈ સંગીતઃ સુરેશ કુમાર ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]