તને સાચવે સીતા સતી તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી માના ખોળા સમું આંગણું તે મૂક્યું બાપના મન સમું બારણું તે મૂક્યું તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી ભગવાનને આજ ભળાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી સ્વરઃ લતા મંગેશકર રચનાઃ બરકત વિરાણી સંગીતઃ કલ્યાણજી આણંદજી ચિત્રપટઃ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) ક્લીક કરો અને સાંભળોઃ
|