આકાશે દીધાં ને આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા બેનના દાદાને રૂપાનું છે દાતણ સોનાનો છે કૂચો બેનનું પિયરિયું બેનના દાદાને સોનાનું છે દાતણ રૂપાનો છે કૂચો બેનનું પિયરિયું બેનને દાદાએ રતન કહીને રાખી જતન કરીને જાળવી પરને સોંપવા આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા રસ્તે જાતાં સામી મળે વાટકડી મોટા ઘરની દીકરી ચાલી સાસરિયે તળાવની પાળે મા ને દીકરી રડિયાં ધ્રૂસકે ધ્રૂસકે રડિયાં સરોવર છલકી ગયાં આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા સ્વરઃ જિગિષા રાંભિયા સંગીતઃ ભગવતીપ્રસાદ ભટ્ટ ક્લીક કરો અને સાંભળોઃ
|