[પાછળ]
પટારાની કૂંચી

પટારાની કૂંચી મારી લાડકડીને આપજો
પટારાની ચાવી મારી બેનીબાને સોંપજો

ગાળ ન દેજો  બેનને  બેળ  ના દેજો
વાડ ને વાસીદું એમના જેઠાણીને આપજો

અમારી  તે  બેનીને  ઢોલિયા  દેજો
પાણીના બેડાં ઓલાં નણંદબાને આપજો

અમારી તે બેનીને  હીંડોળે  હીંચવજો
પટારાની કૂંચી મારી લાડકડીને આપજો

સ્વરઃ વીણા મહેતા અને સાથી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]