[પાછળ]

           ચાલ્યા જ કરું છું

ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું સંસારની પગથારને કોઈ ઘર નથી મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી શ્રદ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું હસ્તી નથી એની જ હસ્તી ધારી લઈને બુદ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઈને મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું નાટક કરું છું જે હું નથી તે હું થઈને મરું છું થોડી વાર મીઠું ઝહેર લઈને જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું

સ્વરઃ મુકેશ (૧૯૬૭) ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]