ચાલતો રહેજે
ચાલતો રહેજે તું ચાલતો રહેજે
ચાલતો રહેજે તું ચાલતો રહેજે
જીવનની વાટે મંઝીલને માટે વિસામો ન લેજે
વિસામો ન લેજે, ચાલતો રહેજે તું ચાલતો રહેજે
કોઈને મળ્યો સીધો રસ્તો
કોઈને મળ્યો સીધો રસ્તો, કોઈને આડો અવળો
કોઈનો મારગ છે ફૂલોનો, કોઈનો છે કાંટાળો
ફૂલ મળે તો..
ફૂલ મળે તો સૌને દેજે, કાંટા તું પોતે સહેજે
ચાલતો રહેજે તું ચાલતો રહેજે
જેને સમજશે જીવનસાથી, એકલતા દઈ જાશે
એકલતા દઈ જાશે
કોઈ અજાણ્યો, જીવનભરનો સથવારો થઈ જાશે
ધીરજ ધરજે...
ધીરજ ધરજે, સુખ દુ:ખમાં
તું હસતો હસતો રહેજે
ચાલતો રહેજે તું ચાલતો રહેજે
જીવનની વાટે મંઝીલને માટે વિસામો ન લેજે
વિસામો ન લેજે
ચાલતો રહેજે તું ચાલતો રહેજે
સ્વરઃ કિશોરકુમાર
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ કલ્યાણજી આણંદજી
ચિત્રપટઃ કુલવધુ (૧૯૭૭)
ક્લીક કરો અને સાંભળોઃ
|