[પાછળ]
જવાબ દે ને ક્યાં છે તું

જવાબ દે....  જવાબ દે....  જવાબ દે....

જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું                           

મન તારો સાથ અનુભવે  તને આંખો દેખવા ચહે
તને આંખો દેખવા ચહે                           
એક વાર આવ રૂબરૂ   ઓ મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું                           

તું  ચાહે  તે  તને  દઉં  અસત્ય  નવ  જરી  કહું
હું  તારો એક ગુલામ છું  તું મારા દિલની આરઝુ
જવાબ દે ને ક્યાં છે તું                            

તારા  વિના મૃત્યુ  ગમે  ને  તારી  સાથે જિન્દગી
ને તારી  સાથે જિન્દગી                           
હૃદયના    હિંચકે   ઝુલાવું   આવ   તને   પ્રેમથી

ઓ  મારા દિલની  આરઝુ  જવાબ દેને  ક્યાં છે તું
ઓ  મારા દિલની  આરઝુ  જવાબ દેને  ક્યાં છે તું

સ્વરઃ તલત મહેમુદ (૧૯૬૧) ગીતઃ રમેશ ગુપ્તા સંગીતઃ કેરસી મિસ્ત્રી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]