કળીએ કાળજડાં કપાય
કંધોતર દિકરાની મોંઘી જનેતા
આજ અધવચ્ચમાં હડદોલા ખાય
કંધોતર દિકરાની મોંઘી જનેતા
આજ અધવચ્ચમાં હડદોલા ખાય
એની આંખે અનરાધારે શ્રાવણ ઝરે
ને એનો બાંધેલો માળો પીંખાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
દુનિયાના દોરંગી સપના હઠીલા તોયે
આવીને આંખે ઊભરાય
દુનિયાના દોરંગી સપના હઠીલા તોયે
આવીને આંખે ઊભરાય
હાય ઝેરીલા જીવતરમાં જોગણ બનીને
છતે સંસારે કેમ રે જીવાય?
છતે સંસારે કેમ રે જીવાય?
અરે આજ કળીએ કાળજડાં કપાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
સહેવાનું તારે નસીબે લખાયું નારી
ગમે તે રૂપ તારું હોય!
સહેવાનું તારે નસીબે લખાયું નારી
ગમે તે રૂપ તારું હોય!
લાખ ઠોકર વાગે તો યે ખમ્મા ખમ્માના
બોલ તારા મુખેથી છલકાય!
બોલ તારા મુખેથી છલકાય!
અરે આજ કળીએ કાળજડાં કપાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
હૈયાં નિચોવી જેને પાયાં મીઠેરા દૂધ
ભડકેલ દીસે છે કેમ આજ
હૈયાં નિચોવી જેને પાયાં મીઠેરા દૂધ
ભડકેલ દીસે છે કેમ આજ
આજ બાળક ને લાગણીએ પોષેલા
બેટડાંના કાળજડાં કેમ ના ચિરાય?
કાળજડાં કેમ ના ચિરાય
આજ કાળજડાં કેમ ના ચિરાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
અરે આજ કળીએ કાળજડાં કપાય
સ્વરઃ મહમદ રફી
ગીતઃ સુરેન ઠાકર ‘મેહુલ’
સંગીતઃ નવીન કંથારિયા
ચિત્રપટઃ પિયરવાટ (૧૯૭૮)
ક્લીક કરો અને સાંભળોઃ
|