વિરાટનો હિન્ડોળો
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર
કે આભને મોભે બાંધ્યાં દોર
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર
પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફુમતડાંની ફોર
ફુદડીએ ફુદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર
વિરાટનો હિન્ડોળો
રચનાઃ મહાકવિ નાનાલાલ
સ્વરઃ શ્રી અતુલ દેસાઈ
સ્વરાંકનઃ પંડિત ઓમકારનાથ ઠાકુર
ક્લીક કરો અને સાંભળોઃ
|