[પાછળ]
        કહો કોઈ ચાંદાને કે

કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે પેલી પૂનમની યાદે ઉરને સતાવતો આકાશે રોજ ફરે ઊગે શું મોઢું લઈને નકટો નઠારો રાત્રિએ ચેન ચોરી લેતો લૂંટારો રખે કોઈ બીજી ભોળી અબળા પર ચાંદનીનો ગોઝારો જાદુ કરે કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે એના કરતાં તો તપતો સૂરજ સારો જાતે જળીને આપે તેજ બિચારો આ તો અમૃત કહીને તરસ્યાં હૈયામાં હલાહલ ઝેર ભરે કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે

સ્વરઃ મીના કપૂર ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]