શમણાંઓ વિખાઈ ગયાં શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં જીવનનું મેં અમૃત દીઠું બંધ આંખોને લાગ્યું મીઠું જીવનનું મેં અમૃત દીઠું બંધ આંખોને લાગ્યું મીઠું આંખ ઉઘડતાં થયું અદીઠું જામ ભર્યાં ઢોળાઈ ગયાં શમણાંમાં મેં જીવતર જોયું, પ્રીતિનું પાનેતર જોયું આશાની મેં ગૂંથી વેણી આશાની મેં ગૂંથી વેણી, ત્યાં ફૂલ કરમાઈ ગયાં ઝબકી ઝબકી ને જાગું છું. સ્વપ્નો ફરી જોવા માગુ છું ઝબકી ઝબકી ને જાગું છું, સ્વપ્નો ફરી જોવા માગુ છું ખોયેલાં સપના ક્યાં ખોળું, ખોળું ત્યાં તો ખોવાઈ ગયાં શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં શમણાંઓ વિખાઈ ગયાં સ્વરઃ ગીતા રોય અને મુકેશ ગીતઃ પ્રફુલ્લ દેસાઈ સંગીતઃ મુકુલ રોય ચિત્રપટઃ વિધાતા (૧૯૫૬) ક્લીક કરો અને સાંભળોઃ
|