તમે થોડું ઘણું સમજો તો સારું તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું વહેતા વાયરાને કેમ કરી વારું તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું વહેતા વાયરાને કેમ કરી વારું ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની અણધારી ચોટ ઉરે લાગી ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની અણધારી ચોટ ઉરે લાગી જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી એની ભ્રમણામાં રાતભર જાગી ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું વહેતા વાયરાને કેમ કરી વારું આપણી તે મેડીએ રે આપણ બે એકલાં ને ફાવે તેવીતે રીતે મળજો આપણી તે મેડીએ રે આપણ બે એકલાં ને ફાવે તેવીતે રીતે મળજો મોટા નાનામાં મારે નીચા જોણું છે રહો અળગા કે વાટ ના આંતરજો મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું વહેતા વાયરાને કેમ કરી વારું તમે થોડું ઘણું સમજો તો સારું સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ હરીન્દ્ર દવે સંગીતઃ નિનુ મઝુમદાર ક્લીક કરો અને સાંભળોઃ
|