[પાછળ]
ઓ હોડીવાળા વીરા

ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર
મારે જાવું પેલે પાર હો પિયાને મળવા

દરિયો તોફાને ચડ્યો વળી અંધારી રાત
પ્રીતમજી મળશે નહિ જો થાશે પરભાત
આજ વિદેશે જાય મારો હૈયાનો હાર
મારે જાવું પેલે પાર હો પિયાને મળવા

ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર

મારે જાવું પેલે પાર હો પિયાને મળવા
પ્રીતમ જો મળશે નહિતો થાશે કાળો કેર
વિજોગણનું  વીરલા થાશે જીવન ઝેર
એની એંધાણી વીણ રહેશે
મારો  સુનો  રે  સંસાર

મારે જાવું પેલે પાર હો પિયાને મળવા

ઓ હોડીવાળા વીરા તારી હોડી તું ઉતાર
મારે જાવું પેલે પાર હો પિયાને મળવા
હોડી વેગે હાંક તું વ્હાલો કરશે વહાલ
બેની તારી કરગરે નહિ ભૂલું ઉપકાર

ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર
મારે જાવું પેલે પાર હો પિયાને મળવા

સ્વરઃ રાજકુમારી (૧૯૪૯)
ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]