પીધો કસુંબીનો રંગ
એ પીધો
એ પીધો પીધો કસુંબીનો રંગ રે
વાલીડા મારા પીધો કસુંબીનો રંગ
હોજી રે અમે પીધો કસુંબીનો રંગ
એ જી રે
માડીની અમિયલ નજરેથી પીધો
રૂડે હાલરડે ગાયો
મને ઘોળી ઘોળી પાયો
મારી બેનડીને કંઠથી પીધો રે
એ પીધો પીધો કસુંબીનો રંગ રે
વાલીડા મારા પીધો કસુંબીનો રંગ
હોજી રે અમે પીધો કસુંબીનો રંગ
તારા રે પગની મેંદીએથી પીધો
તારી ચૂડલીનો રંગ
તારી બાંધણીનો રંગ
તારી આંખડીના રંગથી પીધો રે
એ પીધો પીધો કસુંબીનો રંગ રે
વાલીડા મારા પીધો કસુંબીનો રંગ
હોજી રે અમે પીધો કસુંબીનો રંગ
સ્વરઃ હેમુ ગઢવી
ગીતઃ મનુભાઈ ગઢવી
સંગીતઃ કલ્યાણજી આણંદજી
ચિત્રપટઃ કસુંબીનો રંગ (૧૯૬૪)
ક્લીક કરો અને સાંભળોઃ
|