[પાછળ]
અલ્લાલા બેલી

લાખું પરણે લોક ને માંડે નિત સંસાર
પણ મોતને તોરણ મૂળવા     
તું તો પરણ્યો અપ્સરા નાર     

ના છડિયાં હથિયાર, અલ્લાલા બેલી મરણેં જો હકડી બાર દેવુભા ચેંતો દેવુભા ચેંતો મૂળુભા બંકડા, ના છડિયાં હથિયાર અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી પેલું ધીંગાણું પીપરડી કીધું તેં કીધાં દુશમન ઠાર ગોરી સરકારની ફોજું રે ધમરોળી તેં તો લીધું કોડીનાર દેવુભા ચેંતો દેવુભા ચેંતો મૂળુભા બંકડા, ના છડિયાં હથિયાર અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી ના છડિયાં હથિયાર, અલ્લાલા બેલી મરણેં જો હકડી બાર દેવુભા ચેંતો દેવુભા ચેંતો મૂળુભા બંકડા, ના છડિયાં હથિયાર અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી હેબટ લટૂરજી ફોજું રે ચડિયું માણેક ડુંગરની મોઝાર મુગટ મંડાણો તારે માથડે મૂળુભા તે દિનને સંભાર દેવુભા ચેંતો દેવુભા ચેંતો મૂળુભા બંકડા, ના છડિયાં હથિયાર અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી ઓહો અલ્લાલા બેલી

કલાકારઃ શ્રી કમલેશભાઈ ગઢવી ક્લીક કરો અને સાંભળોઃ (ઓડિયો ક્લીપ સૌજન્યઃ મેહુલ જામંગ, રાજકોટ)

[પાછળ]     [ટોચ]