[પાછળ]
ઘરમાં હું જે કહું તે થશે

ઘરમાં હું જે કહું તે થશે ઘરમાં હું જે કહું તે થશે
ગાડું તો જ રાહ પર જશે ગાડું તો જ રાહ પર જશે

આઠ વાગતાં પલંગ પાસે પહેલી જોઈશે ચા
વાગે  ધીમો  રેડીયો  ને  વાય મધુરા વા
સવાર એવી જો સઘળી તો દી આખો તે જડશે

ઘરમાં હું જે કહું તે થશે ઘરમાં હું જે કહું તે થશે

તબિયત મારી નાજુક છે ને દવા ઉપર સંતાડો
હવા ગમે દરિયાકાંઠાની પાછળ બાગ રૂપાળો
અલાયદું ને એકલવાયું ઘર અમને પરવડશે

ઘરમાં હું જે કહું તે થશે ઘરમાં હું જે કહું તે થશે

સેવક કે સ્વામી કહું તે માનો તમે તમામ
જલ્સા કરજો ઘરમાં રહેજો કરજો ઘરનું કામ
રજા વિના રસરાજ તમારે બહાર જવું ના થશે

ઘરમાં હું જે કહું તે થશે ઘરમાં હું જે કહું તે થશે

કલાકારઃ પ્રમીલા

ક્લીક કરો અને સાંભળો
મજેદાર ગ્રામોફોન રેકોર્ડઃ
[પાછળ]     [ટોચ]