[પાછળ]
સજન મારી પ્રીતડી

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના  ભૂલાશે  પ્રણય  કહાણી
સજન મારી પ્રીતડી

તમે મારા મનના મોહન જગથી દુલારા
એક રે આ તન ને જુદા રચાણાં કિનારા
સુખમાં તમારા મારી સીમા રે સમાણી
સજન મારી પ્રીતડી

સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને પ્રીતડીના રંગમાં
સજન મારી પ્રીતડી

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સુભાગી
છાયા  રૂપે  નયનને  પિંજરે  પુરાણી
સજન મારી પ્રીતડી

સ્વર : સુમન કલ્યાણપુર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જીગર અને અમી (૧૯૭૦)

ક્લીક કરો અને સાંભળોઃ

નોંધઃ આ ગીતના મુકેશના સ્વરમાં
ગવાયેલ વર્ઝન માટે જુઓ ક્રમાંક ૪૯.
[પાછળ]     [ટોચ]