અમે સામા મળ્યાં સોમવારે
સામા મળ્યાં સોમવારે, અમે સામા મળ્યાં સોમવારે
માયા લાગી મંગળવારે, માયા લાગી મંગળવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
અમે સામા મળ્યાં સોમવારે
અમે સામા મળ્યાં સોમવારે, અમે સામા મળ્યાં સોમવારે
માયા લાગી મંગળવારે, માયા લાગી મંગળવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
એ... શમણાં શુક્રવારના સાહેલડી, શુકન થયું શનિવારે

મોંઘો દિવસ મનમાન્યો રચાણો
રસિયા સાથે રવિવારે રવિવારે
મોંઘો દિવસ મનમાન્યો રચાણો
રસિયા સાથે રવિવારે રવિવારે
પ્રીત બાંધી બંધાઈ સાત તારે
પ્રીત બાંધી બંધાઈ સાત તારે
પ્રીત જીવનની મીઠી સવારે
પડી રસિયાના કોમળ પનારે
શુકનમાં હું સાતે વારે
પડી રસિયાના કોમળ પનારે
શુકનમાં હું સાતે વારે
અમે સામા મળ્યાં સોમવારે, અમે સામા મળ્યાં સોમવારે
માયા લાગી મંગળવારે, માયા લાગી મંગળવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યાં ગુરૂવારે
અમે સામા મળ્યાં સોમવારે, અમે સામા મળ્યાં સોમવારે
સ્વરઃ પ્રમીલા અને રામપ્યારી
રચનાઃ જીવણલાલ બ્રહ્મભટ્ટ
સંગીતઃ માસ્ટર મોહન જુનિયર
ક્લીક કરો અને સાંભળો
૧૯૪૦ના દાયકાની મજેદાર ગ્રામોફોન રેકોર્ડઃ
|