[પાછળ]
રાજા તારા ડુંગરિયા પર

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

મોર જ બોલે, બપૈયા બોલે, કોયલ કરે કલશોર રે
બોલે ઝીણા મોર
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

માઝમ રાત ને વીજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે
બોલે ઝીણા મોર
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
ભીંજે મારા સાળુડાની કોર રે
બોલે ઝીણા મોર
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
તું તો મારા ચિત્તડાનો ચોર રે
બોલે ઝીણા મોર
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

રચનાઃ મીરાંબાઈ સ્વરઃ પંડિત ઓમકારનાથ ઠાકુર ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]