આવે આવે ને જાય
આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
ઓલી વાદળીની ઓથે છૂપાય રે
મેહુલિયો આવે આવે ને જાય
આવે આવે ને જાય
આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
શ્રાવણિયો બેસતાં ને આસો ઉતરતાં
લીલા ખેતરિયા લહેરાય
આવે આવે ને જાય
લીલા ખેતરિયા લહેરાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
સરિતા સરોવર ને કૂવાના કાંઠડા
નીરે નીતરતા સોહાય
આવે આવે ને જાય
નીરે નીતરતા સોહાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય, આવે આવે ને જાય
સ્વર: સુધા લાખિયા
ગીતઃ પ્રહ્લાદ પારેખ
ક્લીક કરો અને સાંભળોઃ
|