કેમ રે વિસારી કેમ રે વિસારી ઓ વનના વિહારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી કેમ રે વિસારી ઓ વનના વિહારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી વગડાની વાટે હું વાટડીયું જોતી ભૂલ કીધી હોય તો હું આંસુડે ધોતી વેગળી મૂકીને મુને મુરલી ધારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી કેમ રે વિસારી ઓ વનના વિહારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી નિત્ય નિરંતર મુજ અંતરમાં તુજ વાજિંતર બાજે કહે ને મારા નંદ દુલારા હૈયું શેને રાજી તારી માળા જપતી વનમાં ભમતી આંસુ સારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી કેમ રે વિસારી ઓ વનના વિહારી તારી રાધા દુલારીને કેમ રે વિસારી સ્વર: આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ રણચંડી (૧૯૮૧) ક્લીક કરો અને સાંભળોઃ
|