[પાછળ]
ચોપાટું મંડાણી ચંદનચોકમાં

હેજી એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં હે નાખ્યા લખ રે ચોરાસી દાવ હજી એવી રૂડી ચોપાટું મંડાણી પુરા ચાંદા સુરજના કીધા સોગઠા કીધા સોગઠા નાચ્યા કોઈ આંખ્યુંને અણસાર હેજી એવી ચોપાટું મંડાણી તમે પાસા ઢાળો ને તારા ઝળહળે તારા ઝળહળે ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર મૂઠી તમે વાળો ત્યાં અંધાર હજી એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં

ગીત : રાજેન્દ્ર શુક્લ સ્વર : ગાર્ગી વોરા સ્વરાંકન : પરેશ ભટ્ટ ક્લીક કરો અને સાંભળોઃ ચોપાટું મંડાણી ચંદનચોકમાં

[પાછળ]     [ટોચ]