હું અસલ રીતે હું અસલ રીતે અસલને પી ગયો જામમાં ઘોળી ગઝલને પી ગયો ભેદ પીવામાં કશો રાખ્યો નહીં પી ગયો અમરત, ગરલને પી ગયો અંજલિ પીધી ન પીધી ડાયરે ત્યાં હું ખંગાળી ખરલને પી ગયો શું કહેવું દોસ્ત તરસ્યા સૂર્યને એ જગતભરના તરલને પી ગયો ભર બપોરે ગટગટાવ્યા ઝાંઝવા ને સવારે ‘રાજ’ વલને પી ગયો સ્વર અને સ્વરાંકનઃ ડો. ફિરદૌસ દેખૈયા ગઝલઃ ‘રાજ’ લખતરવી ક્લીક કરો અને સાંભળોઃ હું અસલ રીતે અસલને પી ગયો (Source: http://gujaratigazal.com/)
|