[પાછળ]
કાનમાં પવન કહીને ચાલ્યો

કાનમાં પવન  કહીને ચાલ્યો - કે  હે આવે મેહુલિયો!
ધીખતી ધરતીને માથે  ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ                   
                             મસ્ત મેહુલિયો આયો રે!
બજે  આભે  નિશાન ડંકો,  એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો                          
                           આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં,  ગગન મલ્હાર ગવાયો રે!

લીલી લીલી ધરતી મન મલકંતી  તરુવર ચઢીને બોલે,
ખળખળખળ ખળખળખળ સરિતા                    
                        ને ઝરણાં સરવરિયા પણ ડોલે.
વસુંધરાનો  પાલવ લ્હેરે, તરસ્યાનો જામ  ભરાયો રે!

કાનમાં પવન  કહીને ચાલ્યો - કે  હે આવે મેહુલિયો!

સ્વરઃ શ્રુતિ વૃન્દ રચનાઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ક્લીક કરો અને સાંભળો કાનમાં પવન કહીને ચાલ્યો

[પાછળ]     [ટોચ]