[પાછળ]
    આભને ઘડૂલે દીપે દીવડો

          આભને ઘડૂલે દીપે દીવડો
          માડી તારાં તેજને અંબાર જો
          લાખલાખ તારલા ઝબુકતા
          માડી તારાં રૂપને શણગાર જો
          આભને ઘડૂલે દીપે દીવડો

          વાયા રે વાવલિયા માડી વ્હાલથી
          વાયા વનવન મોઝાર જો
          વાયા વનવન મોઝાર જો
          આવ્યા રે અમરાપરના દેશથી
          આવ્યા ધરણીને પાર જો
          આભને ઘડૂલે દીપે દીવડો

          નાનાં રે ઘડૂલા નાનાં દીવડા
          નાનાં રે ઘડૂલા નાનાં દીવડા
          ઝૂલતા ડૂલતા મઝધાર જો
          તારાં રે રખવાળાં માડી દોહ્યલા
          લાવો કાળને કિનાર જો
          આભને ઘડૂલે દીપે દીવડો

સ્વરઃ સુમન કલ્યાણપુર ગીતઃ રમેશ જાની સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળો આભને ઘડૂલે દીપે દીવડો

[પાછળ]     [ટોચ]