વૃન્દાવન વાટ સખીવૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
રે....સખી જાતાં ડર લાગે,
અરે.....સખી.....જાતાં ડર લા...ગે,
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે.
કાંકરી ઉછાળી, ઊભો વનમાળી.
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..
જા...તાં... ડર લા.....ગે....
જાતાં ડર લાગે…..
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે.
હાં........હાં.......
જવું’તું ઘાટ પર આજે, અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી, હસતી, સખી, નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ અ...રે પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વિધિએ લલાટ સખી,
જાતાં ડર લાગે…..
રે... સખી..જાતાં ડર લાગે…..
અરે.....સખી.....જાતાં ડર લાગે,
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે. સ્વરઃ કૌમુદી મુનશી
ગીત-સંગીત : નીનુ મઝમુદાર
ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
કૌમુદીબહેનનાં સ્વરમાં ગવાયેલું મૂળ ગીત
વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે
|