[પાછળ]
બધાંય નીચે હોય ને 
બધાંય નીચે હોય ને આપણે ઉપર હોઈએ
જાણે હાથમાં હાથ હોય ને આપણે હોઈએ

ઉપર જમીન, નીચે આકાશ ને લાગણીના વાદળો
નવી જ એક દુનિયા હોય ને આપણે હોઈએ
જાણે હાથમાં હાથ હોય ને આપણે હોઈએ
બધાંય નીચે હોય ને…

રેશમની રેત, ઈંતેજારનો ઉંબરો ને પ્રેમનું પ્રાંગણ
એક નાનું ઝુપડું હોય ને આપણે હોઈએ
જાણે હાથમાં હાથ હોય ને આપણે હોઈએ
બધાંય નીચે હોય ને…

શૂન્યતાનું સરોવર, સુગંધનો સાગર ને સ્નેહનો શોર
ભોળા ભૂલકાંની દિવાલનું નગર ને આપણે હોઈએ
જાણે હાથમાં હાથ હોય ને આપણે હોઈએ
બધાંય નીચે હોય ને…

સ્વરઃ સાધના સરગમ
રચનાઃ શૂન્ય પાલનપુરી
સંગીતઃ ઉજ્જ્વલ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ
બધાંય નીચે હોય ને...

[પાછળ]     [ટોચ]