[પાછળ]
દીપ ને પતંગ જેમ
દીપ ને પતંગ જેમ, ફૂલ ને ભ્રમર તેમ
તારી મારી પ્રીત ન તૂટે
છોને જગત રૂઠે તો રૂઠે 

દીપ ને પતંગ જેમ, ફૂલ ને ભ્રમર તેમ
તારી મારી પ્રીત ન તૂટે
છોને જગત રૂઠે તો રૂઠે 

ગંધ ને પવન જેમ, કુંજ ને કોયલ તેમ
તારો મારો સાથ ન છૂટે
છોને જગત રૂઠે તો રૂઠે 

ઉગતા પરભાતમાં,  સંધ્યાની સાથમાં
તારું નામ મોંએ ચડી આવે વાત વાતમાં
દિવસ કે રાતમાં,  ભીડમાં, એકાંતમાં
તારી યાદ લઈને ફરું છું હું મારી વાટમાં

માછલા ને પાણી જેમ, વાયુ વિના પ્રાણ તેમ
તારી મારી પ્રીત ન તૂટે
છોને જગત રૂઠે તો રૂઠે 

ઉરના તરંગ  એવા  ઊઠે  ઉમંગના
ઊડી જાઉં ક્યાંક હું પંછીઓના સંગમાં
ચિતરાયો તું તો પ્રીતમ મારા અંગ અંગમાં
જીવન રંગાયું મારું  તારા  રે  રંગમાં

ચંદ્ર ને ચકોર જેમ, વાદળી ને મોર તેમ
તારો મારો સાથ ન છૂટે
છોને જગત રૂઠે તો રૂઠે

દીપ ને પતંગ જેમ, ફૂલ ને ભ્રમર તેમ
તારી મારી પ્રીત ન તૂટે
છોને જગત રૂઠે તો રૂઠે 

ગંધ ને પવન જેમ, કુંજ ને કોયલ તેમ
તારો મારો સાથ ન છૂટે
છોને જગત રૂઠે તો રૂઠે

સ્વરઃ ઉષા મંગેશકર અને સુરેશ વાડકર
ગીતઃ પંડિત અવિશ્વેશ્વર શર્મા
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ રાણી રિક્ષાવાળી (૧૯૮૨) 

ક્લીક કરો અને સાંભળોઃ
દીપ ને પતંગ જેમ 

[પાછળ]     [ટોચ]