તું તો છોડી દે આવા તોફાન તું તો છોડી દે આવા તોફાન તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. હું તો પંખી બનીને આકાશે ઉડું હું તો તીર મારીને તને ઘાયલ કરું તારા તીરનાં... તારા તીરનાં નિશાન હું ચૂકાવું તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. હું તો માછલી બની ને જળમાં તરું હું તો જાળ નાખીને તને પકડી પાડું તારી જાળનાં... તારી જાળનાં નિશાન હું ચૂકાવું તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. હું તો નાગણ બનીને જંગલમાં ફરું હું તો મોરલી વગાડી તને વશમાં કરું તારી મોરલીનાં... તારી મોરલીનાં નાદ ના સુણાવું તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. તું તો છોડી દે આવા તોફાન તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. તું તો છોડી દે આવા તોફાન કહું છું મૂકી દે, હવે મેલી દે આવા થોફાન તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે.. આ ગીતનું રેકોર્ડિંગ ઈ.સ. ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદની લૉ કોલેજની બાજુમાં આવેલ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયેલા જૂની રંગભૂમિના વિસરાઈ ગયેલા નાટ્યગીતોની પુનઃ રજૂઆતના ‘તર્જે-થિયેટર’ નામક કાર્યક્રમના ૨૫માં અને છેલ્લા શૉનું છે. ક્લીક કરો અને સાંભળોઃ તું તો છોડી દે આવા તોફાન ઓડિયો ક્લીપ સૌજન્યઃ શ્રી લલિતભાઈ શાહ, અમદાવાદ
|